શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવન અર્થાત શ્રી જૈન બોર્ડીંગ-ત્રીભવન ભવન-રાજકોટ
સંસ્થાના ૧oo વર્ષના પ્રદાdળે સ્પ્રતિસાદ આપતા અવસરના ભવ્ય આયોજનની યોજના સત્ય, નિષ્ઠા અને શ્રમ-સુઝ દ્વારા પ્રસ્થાપિ થયેલ અને કલ્યાણકારી સેવા કાર્યો કરતી સંસ્થાઓને આવરદા અસિમીત હોય છે. સમસ્ત સૌરાષ્ટ્રના શૈક્ષણીક ક્ષેત્રમાં સિમોચિન્હ સ્વરૂપ સંસ્થા એટલે રાજકોટ સ્થિત જૈન બોર્ડીંગ. જેની સ્થાપના વર્ષ ૧૯૦૮માં થઇ હતી.
આ દશ દાયકાની યાત્રાની ગૌરવગાથાથી સહ પરિચીત છે. અનન્ય કહી શકાય તેવી આ જૈન બોડીંગની તવારીખનું વિસ્તૃતપણે આલેખન કરવું અશકય નથી પણ સ્થળ સંકોચ થકી ટૂંક સાર રજુ કરવાની ચેષ્ટા કરી છે. આ જૈન બોર્ડીંગ રાજકોટમાં અત્યાર પર્યંત હજ્જારો વિદ્યાર્થીઓએ આશરો લીધો છે. રહેવા-જમવા સાથે, નિઃશુલ્ક કહી શકાય તે રીતે સુવીધાઓ પ્રાપ્ત કરી, શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને સંઘભાવના કેળવી અભ્યાસ પૂર્ણ કરી સ્વયંની કારકિર્દીનું ઘડતર કર્યું છે.
- આજથી ૭-૮ દાયકા અગાઉ જયારે ગામડાઓ અને અનેક નગરોમાં ઉચ્ચ શિક્ષણ માટે હાઇસ્કૂલ કોલેજની સ્થાપના નહોતી થઇ ત્યારે એ સમયમાં સમાજના દિર્ઘદ્રષ્ટી ધરાવતા સેવા નિષ્ઠા ધરાવતા મહાનુભાવો અને શ્રેષ્ઠીઓએ શિક્ષણવાચ્છુ વિદ્યાર્થીઓની સેવા-સુવિધાર્થે રાજકોટમાં જેન બોડીંગની સ્થાપના કરી એક કેડી કંડારી જે આજે મહામાર્ગે સમી બની ગઇ છે. વર્ષ ૧૯૦૫ થી ૧૯૦૮ દરમ્યાન સમાજના ધર્મપ્રેમી દયાળુ સ્વ. શ્રી ત્રિભોવન પ્રાગજી પારેખે જ્ઞાતિના ત્રણ-ચાર લાયક વિદ્યાર્થીઓને પોતાને ઘર જમવા-રહેવાની સગવડ કરી આ દિશામાં એક પગલું ભરી આ સેવાયજ્ઞનો શુભારંભ કર્યો. સમાજ-જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તાતી જરૂરીયાત ને લક્ષ્યમાં રાખી એમને એક બોર્ડીંગ સ્થાપવાની ઇચ્છા થઇ અને તે માટે એ સમયમાં શ્રી હકમચંદભાઇ દોશીને વિનંતી કરી અને એક મકાન વગર ભાડે મેળવ્યું.
વર્ષ ૧૯૦૮માં આ રીતે “જૈન બોર્ડીંગ હાઉસ” નામની સંસ્થાનો ઉદય થયો. એક પિતાતુલ્ય સર્જક અને પ્રેરક કહી શકાય તેવા સ્વ. શ્રી ત્રિભુવનભાઇ પ્રાગજી પારેખે પોતાના આદર્શને ચરિતાર્થ કર્યો.
આ મકાનમાં માત્ર ૧૫ વિદ્યાર્થીઓનો જ સમાવેશ થઇ શકયો હતો, પણ શિક્ષણાર્થે આવતા વિદ્યાર્થીઓને સંખ્યામાં ઉત્તરોતર વૃદ્ધિ થતી હોવાથી વર્ષ ૧૯૧૪માં શ્રી ડાહ્યાભાઇ વસનજી નું મકાન પણ ભાડે થી મેળવ્યું. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ શકે.
સ્વ. શ્રી દેવજી પ્રાગજી પારેખ અને સ્વ. શ્રી ત્રિભોવન પ્રાગજી પારેખ દુરદેશી વાપરી વર્ષ ૧૯૧૦-૧૧માં જમીનના બે વિશાળ પ્લોટ ખરીદી લીધા હતા. એ પછી ત્રિભોવનભાઇનું અવસાન થતાં શ્રેષ્ઠીઓના પ્રયત્ન થકી અને બન્ને પ્લોટ શ્રી દેવજીભાઇએ વિદ્યાર્થીભવન અર્થાત બોડીંગ માટે ભેટરૂપે આપી દીધા. આ સતકર્મ થકી આજે આ સંસ્થા શિરમોર સમી બની છે.
આ ભાવના સભર સેવાકાર્યને લક્ષ્યમાં રાખીને એ અરસામાં શ્રી ડો. પ્રાણજીવનદાસ જગજીવન મહેતા તરફથી રૂા. ૧૫૦૦૦-, સ્વ. શ્રી રેવાશંકર જગજીવન ઝવેરી તરફથી રૂા. ૫૦૦૦/- રોકડા દાન સ્વરૂપે મળ્યા હતા. આમ એક પછી એક સફળતાના સોપાનો સર કરતાં કરતાં આ સંસ્થાની ખ્યાતિ-પ્રખ્યાતિ સમસ્ત દેશમાં પ્રસરી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વરદ હસ્તે તા. ૨૮-૨-૧૯૨૫ના રોજ ત્રણ વિદ્યાર્થી ગૃહોનો ઉદઘાટન કરવામાં આવ્યું. આ અવસરે રાજકોટના નામદાર સર લાખાજીરાજ ઠાકોર સાહેબ પ્રમુખપદ શોભાવ્યું હતું.
જૈન બોર્ડીંગની ઓળખાતી આ સંસ્થામાં સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. શુદ્ધ, સાત્વિક ભોજન અને રહેવાની ઉત્તમ સુવિધા થકી ગામડાગામના વિદ્યાર્થીઓએ મનપરોવી શિક્ષણમાં પ્રગતી સાધી શ્રેષ્ઠ કારર્કીદી ઘડી.
આ સંસ્થાના લાભાર્થી વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને બિરાજ્યા છે. ઉત્કૃષ્ટ જીવન જીવી રહ્યા છે. અહિ સાંપડેલી આ સરસ્વતીની કૃપા થકી આજે સેંકડો વિદ્યાર્થીઓ લક્ષ્યાધીપતી થયા છે અને એમાના અનેકોએ વ્યાપાર-વ્યવસાય જેવા ક્ષેત્રોમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.
દશ દાયકાના વહાણા વાઇ ચૂકયા છે. આ બોડીંગનો જીર્ણોદ્ધાર કરવાની તાતી જરૂરીયાત છે. આ સંસ્થાને વધુ બળવત્તર બનાવવા વધુ સક્ષમ અને સશકત બનાવવી અનીવાર્ય છે. આજે પણ આપની જ્ઞાતિ-સમાજના ઉગતા વિદ્યાર્થીઓ આ સંસ્થાના આશ્રયે આગળ વધી રહ્યા છે.
દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવન અર્થાત જૈન બોર્ડીંગ સેવાના ભેખ સાથે સો વર્ષ પૂર્ણ કર્યા છે, જે એક ઈતિહાસ બને છે.
આ અવસરે સંસ્થા દ્વારા એક ભવ્ય સ્નેહ સંમેલનનું આયોજન કરવાની ભાવના છે. જેમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરી અરસ-પરસની સ્મૃતિને જીવંત કરવી છે. આ સાથે એક અર્થસભર-સચોટ માહિતી સભર સચિત્ર સુવેનિયર પ્રગટ કરવાનો નિરધાર પણ કર્યો છે.
આ સમગ્ર અવસરને સફળતા પ્રાપ્ત થાય તે માટે સંસ્થાના વડીલો, સમાજના શ્રેષ્ઠીઓ અને સહકાર્યકરો તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે.
આ સાથે ખાસ જણાવવાનું કે રાજકોટ સ્થિત આ જૈન બોર્ડીંગમાં નિવાસ કરી ગયેલા વિદ્યાર્થીઓની જાણકારી પ્રાપ્ત કરવા માટેની ગતવિધી શરૂ થઇ છે. આપ સહુને પણ અહી વિનંતી કરવામાં આવે છે કે જો આપની જાણમાં આ બાબતની કોઇ માહિતી હોય તો સત્વરે મોકલશો.
આપની ઓળખ, બાયોડેટા, લી. સત્વરે મોકલી આપશોજી. સેવા-નિષ્ઠાના આ કાર્યમાં આપ સહ સહભાગી થશો. તેવી આશા-આમંત્રણ છે. દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવન “ત્રીભુવન ભુવન”, માલવીયા ચોક, ગોંડલ રોડ, રાજકોટ.